શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો એટલે જાણે અવનવી વાનગીઓ ખાવાની અને ખવડાવવાની ૠતું કહેવાય. લગ્નમાં આજકાલ અવનવી જુદી-જુદી વાનગીઓ પીરસવાની એક ફેશન ચાલે છે. સાવ સાદી વાનગી પણ એની સજાવટ અને પીરસવાની રીત જુદી હોય છે.
જરૂરી સામગ્રી :
બાફેલા બટાકા
ગરમ મસાલો
મીઠું
કોથમીર
મરચાં
લાલ મરચું
ચાટ મસાલો
ઓરેગાનો
ચણાનો લોટ.
મીઠું
હળદર
મરચું પાવડર
સ્લાઈસ ચીઝ
કેચઅપ.
કેપ્સીકમની ચીરીઓ.
રેસિપી :
સૌ પ્રથમ બટાકાને બાફી એની છાલ ઉતારી ઠંડા થવા દો. એમાં કોથમીર,મીઠું,લાલ મરચું,ગરમ મસાલો ઓરેગાનો ચાટ મસાલો,નાંખો. બધું બરાબર મિકસ કરી દો.હવે એના નાના નાના ગોળા વાળી દો.અને બીજી બાજુ હવે એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,મરચું પાવડર,હળદળ વગેરે મીકસ કરી દો .હવે જરૂર મુજબ પાણી લઈને એનું ખીરું તૈયાર કરવાનું. હવે એક કડાઈમા તેલ ગરમ કરી એમાં ધીમા તાપે તળી લો. એક પ્લેટમાં તળેલા વડા મુકી એના પર ચોરસ ચીઝ નો નાનો પીસ મૂકો.એની પર કેપ્સીકમની ચીરીઓ ક્રોસમા મૂકો .હવે ટોમેટો કેચઅપ ની ડીઝાઈન બનાવો.તો તૈયાર છે’ બેબી ચીઝ પોટેટો ‘
સૌજન્ય : રસોઈની રાની