શનિવારના રોજ ગાંધીનગરના અમરાપુરી સ્થિત નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ની હાજરીમાં એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો.નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દર વર્ષે ડોક્ટર અબ્દુલ કલામની સ્મુર્તિમાં બાળકોને તેમના ઇનોવેશન માટે એવોર્ડ આપે છે . જેમાં દેશના જુદા -જુદા રાજ્યોના ૫૪૪ જિલ્લાઓમાંથી આવેલા ૬૦ હાજર નામાંકનમાંથી ૨૧ બાળકોને પસંદ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ના હસ્તે તેમને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
૧૨માં ધોરણ સુધીના બાળકોને પોતાની સર્જનાત્મક અને મૌલિકતા માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.પ્રણવ મુખર્જીએ ૨૧ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું . આ પ્રસંગે એવોર્ડ વિજેતા બાળકોને અભિનંદન આપતા તેમને જણાવ્યું હતું કે દેશના વિકાસમાં અને આઈડિયા મહત્વનો ભાગ ભજવે છે વિધાર્થી જીવન સાહસથી ભરપૂર છે ત્યારે આવા નવા સંશોધન અને નવા વિચારો અમલમાં લાવીને પણ મદદમાં આવી શકે અને લોકોને તેનો લાભ મળી શકે આ કાર્યક્રમમાં રાજપાલ આચાર્ય દેવવ્રત સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સૌજન્ય :ગાંધીનગર સમાચાર
ઇમેજ : આચાર્ય દેવવ્રત ટ્વિટર