સીતાફળ બહુ ગુણકારી છે. સીતાફળ ખાવાથી વજન વધે છે. સીતાફળના બિયાંનો ઉપયોગ વાળમાંની જૂંનો નાશ કરવા થાય છે.સીતાફળ ખાવાથી વિટામિન સી વધુ માત્રામાં મળે છે . વિટામિન સીમાં શરીરમાંના રોગથી લડવાની શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને વધારવાની ક્ષમતા હોય છે.
સીતાફળ ખાવાથી તમને આખો દિવસ એનર્જીનો અહેસાસ થશે અને સ્નાયુઓ મજબૂત બનશે .નિરાશા અને તાણ મુક્ત થવા માટે સીતાફળ નું સેવન કરવું ગુણકારી છે પેઢામાં થતા દુખાવાથી રાહત મળે છે સીતાફળનું દરરોજ સેવન કરવાથી ચશ્માના નંબરને ઓછા કરી શકાય છે કેન્સરને રોકનારા ગુણ તરીકે કાર્ય કરે છે.
સૌજન્ય : સહિયર