વરુણ ધવન અને સારા ખાનની ‘કુલી નં. 1’ ફિલ્મ આવી રહી છે તેનું શુટિંગ ચાલુજ છે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થવા જય રહ્યું છે બે ગીત જ બાકી છે, જે મોરિશિયસમાં શૂટ થવાના છે . આ ગીત શૂટ થતાં જ તેમની ફિલ્મ મે મહિનામાં રિલીઝ માટે સંપૂર્ણ તૈયાર થઇ જશે. ‘કુલી નં. 1’માં જૂની ફિલ્મમાંથી બે ગીત ‘હુસ્ન હૈ સુહાના’ અને ‘મૈં તો રસ્તે સે જા રહા થા’ને સામેલ કરવામાં આવ્યાં છે. ફિલ્મમાં વરૂણ ધવન સારા અલી ખાનની સાથે પરેશ રાવલ, રાજપાલ યાદવ, શિખા તલસાણિયા અને જોની લીવરની મુખ્ય ભૂમિકા રહેશે.
શૂટિંગ દરમિયાન એક દુર્ધટના સર્જાઈ હતી તેની માહિતી માટે ડેવિડ ધવને વાત કરતા કહ્યું કે તેમનો દીકરો વરૂણ સ્ક્રીન પર પોતાને રિયલ બતાવવા માટે કંઇપણ કરી શકે છે સેટ પર કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ નથી. ‘કુલી નં. 1’માં ફિલ્મનું શૂટિંગ પૂનામાં થી રહ્યું છે તે દરમિયાન વરૂણ કારના દરવાજામાં ફસાઇ ગયો હતો. જ્યારે તેમણે આ ઘટના જોઇ ત્યારે તેઓ ડરી ગયા હતા. આ દરમિયાન વરૂણ એકદમ શાંત રહ્યો હતો. કોઇપણ મોટી દુર્ઘટના બને તે પહેલાં વરૂણને કારમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જ્યારે વરૂણ ખડકની કિનારીએ લટકેલી એક કારમાં ક્લોઝઅપ શોટ આપી રહ્યો હતો.
ભવિષ્યમાં પણ કોઇપણ ડેવિડની ફિલ્મમાં મોટાભાગે કોમ્પ્લિકેટેડ એક્શન સીન હોતા નથી. ‘કુલી નં. 1’ની રિમેકમાં આવા થોડા સીન ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભવિષ્યમાં આ પ્રકારના કોઇ સ્ટંટની પરમિશન આપવામાં આવશે નહિ .
સૌજન્ય:દિવ્યભાસ્કર
ઇમેજ:ગુગલ