ગાંધીનગરમાં ૫મી જૂન ૨૦૧૯ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થવાની છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ઝયુમર વેલ્ફર કમિટી ઘ્વારા આગામી ૫મી જુનને સાડા પાંચ વાગે સેક્ટર-૨૭ ખાતે આવેલ SRPF ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. કાર્યક્રમોની વિગતો આપતા એફડીડબ્લ્યુસીસીના શ્રી દીપક વ્યાસ જનરલ સેક્રેટરી સેન્ટર ગુજરાત એ જણાવ્યું હતું કે વિવિધ કાર્યક્રમો યોજવાના છે તેમાં 100 જેટલા વૃક્ષો રોપી સાથે સાથે સ્વર્ગસ્થ(હરીશ કવીન) હરિશજીને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. તદ્દઉપરાંત ગરીબોને ખીચડી અને છાસનું વિતરણ તેમજ કારમી ગરમીમાં ગરીબ બાળકોને ચરણ સેવા કરવા માટે ચપ્પલનું વિતરણ પણ કરવામાં આવશે. તેમ જણાવાયું છે અને આ કાર્યક્રમમાં ગાંધીનગરના નાગરિકોને જોડાવા દીપક વ્યાસ જનરલ સેક્રેટરી સેન્ટર ગુજરાત, અનિલ મોરે જનરલ સેક્રેટરી અને પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત અશ્વિન ત્રિવેદી એ અપીલ કરી છે.