અત્રે નોંધ લેવી, આર્ટિકલનો ફોટો ઇન્ફોસિટી ઘ-0 રોડનો છે.
5 જૂન એટલે કે “વિશ્વ પર્યાવરણ દિવસ”. હરિયાળી નગરી તરીકે ઓળખાય છે ગાંધીનગર, પરંતુ અહીં વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે. “ગ્રીનસિટી ગાંધીનગર” કહેવાતું ગુજરાતનું પાટનગર આ બિરુદ સાચવી શકશે કે નઈ એ તો આવનારો સમય જ બતાવશે.
અત્યારના સમયમાં ગાંધીનગર માં જ્યાં જોવો ત્યાં વિકાસના નામે ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવે છે અને ત્યાં મોટી ઇમારતો કે પરિવહન માટે રોડ બનવાંમાં આવી રહ્યા છે. ગાંધીનગરના પર્યાવરણ પ્રેમીઓ માં ખુબ હતાશા જોવા મળી રહી છે. અહીંયા જ નહીં દેશભરમાં આવું થઇ રહ્યું છે. લોકો વૃક્ષ ઉગાડતા નથી એટલા વૃક્ષો કાપી નાખવામાં આવે છે. છોડવાને મોટો ઘટાદાર વૃક્ષ થતા વર્ષો લાગી જાય છે પણ એનું નિકંદન કાઢવામાં માત્ર કલાકો નો સમય લાગે છે.
શહેરીકરણની સાથે સરકારે અને આપણે નાગરવાસીઓ એ પર્યાવરણની જાણવાની પણ રાખવી જોઈએ, એ આપણી ફરજ છે. પર્યાવરણ હશે તો આપણે હોઇશુ. તો ચાલો આજના “વિશ્વ પર્યાવરણ દિવસ” પર બધા એક નિર્ણય કરીએ કે એક છોડ રોપી તેની સારી રીતે માવજત કરવી. દરેક માણસ એક વૃક્ષ ઉગાડે તો ઘણા વૃક્ષો થઇ જશે. આ વધતી જતી ગરમીથી અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાશે.
આજે ગાંધીનગર માં વૃક્ષારોપણ નો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે, તો આપ સૌ આ પ્રોગ્રામ માં ભાગ લઇ ને એક વૃક્ષ વાવી ગાંધીનગરનું “ગ્રીનસિટી ગાંધીનગર” બિરુદ જાળવવામાં મદદ કરીએ.
પ્રોગ્રામની વધુ માહિતી – https://www.mygandhinagar.in/2019/06/plantry-program-will-be-organized-as-a-tribute-to-world-environment-day-and-queen-harish/