લોન્ચ થઈ ટાટા સ્કાયની એક નવી સર્વિસ
ટાટા સ્કાયે પોતાની નવી સર્વિસ ટાટા સ્કાય બિંજ લોન્ચ કરી છે. આ સર્વિસ કન્ટેન્ટ આધારિત છે. ટાટા સ્કાયની આ સર્વિસ અમેઝોન ફાયર ટીવી સ્ટિકના માધ્યમથી ઉપયોગ કરી શકાશે.ટાટા સ્કાય બિંજની આ સર્વિસનો ઉપયોગ કરવા માટે અમેઝોન ફાયર ટીવી સ્ટિક અને ટાટા સ્કાયનું એડિશન ખરીદવુ પડશે. કસ્ટમર્સે આ સર્વિસ માટે રૂ.249 આપવા પડશે.
જો તામારા ટીવીમાં HDMI પાર્ટ છે તો તમે આ સર્વિસનો ઉપયોગ કરી શકશો. ટાટા સ્કાય બિંજનો ઉપયોગ કરીને આપ હોટસ્ટાર, ઈરોઝ નાઉ, સન નેક્સટ, હંગામાના વીડિયો કન્ટેન્ટ જોઈ શકશો. અને આની સર્વિસનો ઉપયોગ કરી શકશો. આ તમામ એપ્સ એક જ સબ્સક્રિપ્શનથી મળશે. જે માટે તમારે રૂ.249 ભરવા પડશે.