અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા અશોકભાઇના પુત્ર યશે 99.80 પર્સેન્ટાઇલ (93 ટકા) મેળવ્યા છે. યશનો ભાઇ સિદ્ધાર્થ પણ એન્જીનિયરિંગનો અભ્યાસ કરે છે. યશ પણ એન્જીનિયર બનવા માગે છે. પિતા સફાઇ કર્મચારી છે પરંતુ તેમને પુત્રોને ભણાવવામાં કોઈ ખામી નથી રાખી.