ગાંધીનગર: કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર સંચાલિત સેકટર-૧૨ ખાતે આવેલ સી.એમ. નર્સીંગ કોલેજ ખાતે પ્રાથમિક ચિકિત્સા સારવાર અંગેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિવિધ કેમ્પસમાં ફરજ બજાવતાં સિકયુરીટી ભાઈ-બહેનો અને ડ્રાઈવર ભાઈએ આકસ્મિક બનતી ઘટના દરમિયાન પ્રાથમિક ચિકિત્સા માટેની માહિતી આપવામાં
આવી હતી. આ પ્રસંગે સર્વ વિદ્યાલય કેળવણી મંડળના પ્રમુખ ડો. કનુભાઈ પટેલ, ડો. જયંતભાઈ ટટુ, ડો. પ્રવિણભાઈએ આકસ્મિક બનતી ઘટનાઓની માહિતી સાથે પ્રાથમિક ચિકિત્સા સારવાર કેવી રીતે આપવી તેની માહિતી આપી હતી.