નવી દિલ્હી: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની ઇલેક્ટ્રિક કાર e20 Plus નું પ્રોડક્શન 31 માર્ચથી બંધ કરી દીધુ છે. Reva પ્લેટફોર્મ પર આધારિત આ ફોર ડોર હેચબેક કારને સારો રિસ્પોન્સ ન મળતા તેના વેચાણમાં ખૂબ જ ઘટાડો થયો હતો. જેથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભારતમાં તેના પ્રોડક્શન બંધ કર્યું છે. જો કે કંપનીએ આ કારનું નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પ્રોડક્શન ચાલુ રાખ્યું છે.