ધોમધકતા તાપના કારણે ત્વચા કાળી પડી જતી હોય છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓમાં તડકાથી હાથ કાળા પડી જવાની ફરિયાદ વધુ હોય છે. હાથ પર ટેનિંગના કારણે મહિલાઓ કોન્શિયસ થઈ જાય છે. ત્યારે સનબર્નના કારણે હાથ પરની કાળી પડેલી ત્વચા માટેના ઉપાયો જોઈએ.
ઘરમાંથી બહાર નિકળતા પહેલા તમારા હાથમાં SPF-15 કે તેનાથી વધારે SPFવાળુ સનસ્ક્રીન લોશન લગાવવું. આ ક્રીમ તમને ટેનિંગથી બચાવશે.
હાથ અને આંગળીઓ પર લીંબૂ ઘસવાથી સનબર્નમાં ફાયદો થાય છે. રાત્રે લીંબૂ લગાવીને રાખવાથી વધુ સારૂ પરિણામ મળે છે.