ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે ત્યાર આ મામલે ઘર્ષણાના મામલાઓ પણ સામે આવે છે. ગઇકાલે 11 વાગ્યા આસપાસ એક દર્દીના સગા ગાંધીનગર સિવિલની લિફ્ટમાં પાન કે મસાલો ખાઇ થુક્યા હતા. જેથી લિફ્ટમેને તેમને અટકાવ્યા હતા. જેથી દર્દીના સગાએ ગુસ્સે થઇને લિફ્ટમેનને લાફો મારી દીધો હતો. જેથી મામલો બિચક્યો હતો. જો કે હોબાળા બાદ આ અંગે આરએમઓને જાણ કરાતા દર્દીના સગા પાસે માફીપત્ર લગાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.