આપણે સૌ જાણીયે છીએ કે સંજય દત્ત ની ફિલ્મ ‘કલંક’ આવી રહી છે જયારે તેની અન્ય ફિલ્મ ની પણ ચર્ચા થઇ રહી છે.તેવામાં સંજય દત્ત પોતાની ફિલ્મ માંથી ફ્રી થયા પછી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.અને સંજય દત્તેમીડિયા સાથે ની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ ખુબજ જલ્દી પોતાના પૂર્વજો પર ફિલ્મ બનવા માંગે છે. સંજુ એ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક ફિલ્મ હશે. જેની સ્ટોરી મારા પૂર્વજ મોહયલ પર બનશે.જે હુસેની ક્ષત્રિય બ્રાહ્મણ હતા. તેમણે પયગંબરના પૌત્ર માટે કરબલામાં યુદ્ધ કર્યું હતું. આ ફિલ્મ નું નિર્માણ સંજય દત્તના પ્રોડકશન હાઉસમાં જ થશે.