ગાંધીનગર: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને સમગ્ર વિશ્વમાં ક્રિકેટના ભગવાન તરીકે જાણી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે 46મો જન્મ દિવસ છે. આ પ્રસંગે સચિન સાથે જોડાયેલી પાંચ રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.
- સચિનના પિતા રમેશ તેંડુલકર પ્રખ્યાત સંગીતરકાર સચિન દેવ બર્મનના ખૂબ જ મોટા ચાહક હતા જેથી તેમણે પોતાના પુત્રનું નામ પણ સચિન રાખ્યું હતું.
- સચિનના બેટનું વજન 1.45 કિલોગ્રામ હતું. સચિનનાં બેટ કરતા વધુ વજનનું બેટ માત્ર દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન લાંસ ક્લૂઝનર વાપરતો હતો. ક્લૂઝનરના બેટનું વજન 1.53 કિલોગ્રામ હતું.
- સચિન વિશ્વના એવા પ્રથમ ખેલાડી છે જેમના નામે 200 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ છે.
- સચિન પ્રખ્યાત ટેનિસ ખેલાડી જૉન મૈકનરોના ફેન છે અને તેમના જેવી હેરસ્ટાઇલ પર રાખતા હતા.
- સચિન એકમાત્ર એવા ખેલાડી છે જેમણે ટેસ્ટ મેચમાં 11 હજારથી વધુ રન બનાવ્યા અને 40 વિકેટ લીધી.