અમે વાત કરી રહ્યા છે મુંબઈમાં રહેતી નતાશા નોએલની જે પોતે ફક્ત ૨૪ વર્ષ ની છે . અને તેને યોગા ઘ્વારા પોતાની એક અલગ છાપ લોકો માં ઉભી કરી છે. નતાશા સોશ્યિલ મીડિયા પર પણ પોતાના યોગના અલગ અલગ વિડિઓઝ તેમજ પોસ્ટ વાયરલ કરે છે. અને તેના ફેન્સ પણ તેના થી ઘણા પ્રભાવિત થયા છે તેમજ આટલી નાની ઉંમર માં નતાશાએ પોતાની બોડી ને યોગા ઘ્વારા એટલી ફ્લેક્સિબલ બનાઈ છે કે જે ઈચ્છે તે પોઝિશન માં પોતાની બોડી ને બેન્ડ કરી શકે છે.તે પોતે અભ્યાસ કરી રહી છે અને તે પોતાના અભ્યાસ માંથી સમય કાઢીને યોગા કરતી હોય છે અને કંઈક નવું યોગા ઘ્વારા લોકોને આપતી હોય છે .તે કહે છે કે એને જયારે મન થાય ત્યારે તે યોગ કરવાનું સરું કરી દે છે.અને ના કરી શકાય તેવી જગ્યાએ તે એક થી એક યોગા ના પોઝ આપી ને લોકોને ચોંકાવી દે છે.તે યોગ ને એટલો પ્રેમ કરે છે કે તે રેલવે , પહાડ , રોડ રસ્તા , ઘર માં ઘણી અલગ અલગ જગ્યાએ યોગ કરતી નજરે પડી છે.