ગાંધીનગર: ગાંધીનગર મનપા દ્વારા શહેરના વિવિધ સેક્ટર્સમાં આંતરિક સફાઇ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અંગે ગઇકાલે શહેરના મેયર રિટાબેન પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે સ્વચ્છતાની આ ઝુંબેશ 16 એપ્રિલથી શરુ કરાઇ છે જેમાં શહેરના વિવિધ 11
સેક્ટર્સ તથા ધોળાકુવાના વિસ્તારમાં સફાઇ દરમિયાન 400 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અભિયાન હજુ 17 મે 2019 સુધી ચાલશે. ત્યાર બાદ બીજા તબક્કાનું સફાઇ અભિયાન શરુ થશે. ગાંધીનગરને સ્વચ્છનગર બનાવવું એક જ મારુ લક્ષ્ય
છે.