ગાંધીનગર: ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે માણસોની સાથે સાથે પશુ અને પક્ષીઓની પણ તાપથી પરેશાન થઇ રહ્યા છે. જેથી ગાંધીનગર શહેરના સેક્ટર 30 સ્થિત મુક્તિધામમાં પ્રાણી- પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. જ્યાં બીમાર, અશક્ત પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવશે. મુક્તિધામના મેનેજર કિરણસિંહ વાઘેલા અને સંચાલક જીલુભા ધાધલે ગાંધીનગર શહેર અને આસપાસમાં લોકોને અપીલ કરી છે કે જો તમારા વિસ્તારમાં બીમાર, અશક્ત કે બિનવારસી પશુ અને પક્ષી જોવા મળે તો તેમને મુક્તિઘામ ખાતે પહોંચે જ્યાં તેમને સારવાર, ખોરાક અને ગરમીમાં રાહત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.