લોકપ્રિય અભિનેતા સની દેઓલ આજે અનેક અટકળો વચ્ચે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. એક તરફ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ બોલિવૂડના સની દેઓલ સીનિયર નેતા નિર્મલા સીતારમણ અને પિયૂષ ગોયલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા.જણાવી દઇએ કે કેટલાક દિવસ અગાઉ સની દેઓલે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે પૂણે એરપોર્ટ પર મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદથી જ તેઓના ભાજપમાં જોડાવા અંગેના વાતો પણ ચર્ચાનો દોર હતો.