મહેન્દ્ર સિંહ એ પોતાની દીકરીની ગુજરાતી ભાષાનો ટેસ્ટ લીધો દીકરી તરફથી કઇંક આવો જવાબ મળ્યો રોયલ ચેલેન્જર્સ બેંગ્લરને સાત વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી. મેચ જીત્યા બાદ ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ રિલેક્સ મુડમાં જણાતો હતો. જીત મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની પોતાની પુત્રી ઝિવાની સાથે સમય પસાર કર્યો. મહેન્દ્ર સિંહ તેની દીકરી ઝિવાને ગુજરાતી સહિત જુદી જુદી ભાષામાં ‘કેમ છો..’ પુછ્યું હતું, જેનો ઝિવાએ સાચો જવાબ આપ્યો હતો.આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.જવાબ સાંભળીને મહેન્દ્ર સિંહ એ તાળી વગાડીને દીકરી ઝિવા નો ઉત્સાહ વધાર્યો હતો. ધોની ઘણીવાર દીકરી ઝિવા સાથે પોતાના ફની વીડિયો વાઈરલ કરતો રહે છે.