આજે વાત કરીએ ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતીજયંતીરવિ ની…

હકારાત્મક સ્ટોરી..

આવો કેટલાક અદભુત સનદી અધિકારીઓ નો પરીચય મેળવીએ..

આજે વાત કરીએ ગુજરાતના આરોગ્ય સચિવ #શ્રીમતીજયંતીરવિ ની…

કોરોનાનો કહેર ચાલે છે….
પ્રધાનમંત્રીથી પંચાયત…
કલેક્ટર થી ક્લાર્ક…
પ્રેસિડેન્ટ થી પ્રજા…
સહુ કોરોના થી ચિંતિત છે.
આજે મારે એક એવા એક સનદી અધીકારી ની વાત કરવી છે જે છેલ્લા ૧૦ દિવસ થી રોજના ૨૦ કલાક સતત કામ કરે છે…

હા, એ અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ ( IAS)

સ્વભાવે સરળ સહજ .ભ્રષ્ટાચારનો દાગ નહીં. કડક વહીવટ કરતા જયંતિ રવિજી એ મદ્રાસ યુનિવર્સિટી માંથી સ્નાતક થઇને હાવર્ડ યુનિવર્સિટી માં PHD કર્યું છે.
I A S માં ગુજરાત કેડરના અધિકારી..
હંમેશા ગુજરાતમાં ગમેતેવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ કામો કરેલાં છે.
૨૦૦૨ ના રમખાણ સમયે જયંતિજી પંચમહાલ કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ, ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
જયંતિ રવિ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધીકારીની છાપ ધરાવે છે. પરંતુ દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે.
જયંતિ રવિ ૧૧ ભાષાઓ જાણે છે. સંસ્કૃતમાં ઘણા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ જી ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે.
“મેરુ તો ડગે પણ મન ન ડગે” તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે. મોટેરા સૂર્ય મંદિર ખાતે કથક નૃત્ય પણ તેઓએ કરેલ છે. સતત સંવેદનશીલ એવા જયંતિજીના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલ જી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા અધિકારીશ્રી હાલ સરેરાશ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર ના આવા નિષ્ઠાવાન અને વફાદાર અધીકારીના હાથમાં આરોગ્ય લક્ષી નિર્ણય લેવાની જવાબદારી હોય ત્યારે આપણે ચિંતા મુક્ત જ રહેવું પડે..

આવા બાહોશ અધીકારી શ્રીમતી જયંતિ રવિજીને નતમસ્તકે વંદન..

– મુકેશ પાનશેરીયા

સોર્સ : સોશ્યલ મિડીયા/ઇન્ટરનેટ